હાઇવે રોબરી - 26

(19)
  • 3.9k
  • 2
  • 1.7k

હાઇવે રોબરી 26 સમય ખૂબ ઓછો હતો. વસંત વિચારતો હતો કે જે કરવું હોય એ ફટાફટ કરવું પડશે. જવાનસિંહ ઘેરાઈ ગયો છે. એનું શું થશે એ ખબર નથી અને પોલીસ પોતાના ઘરે પહોંચી ગઈ છે. એવું લાગે છે કે પોલીસ એ જાણી ગઈ છે કે વસંત જ સરદારજી છે જેણે આંગડિયા લૂંટમાં ભાગ લીધો હતો. એટલે જ પોલીસ સરદારજીના અને પોતાના ફોટા લઈ ગામમાં તપાસ કરી રહી છે. હવે ઘરે જઈ શકાય તેમ ન હતું અને પોલીસ પણ ગમે ત્યારે ખેતરે આવી શકે તેમ હતી. એણે ફટાફટ નિર્ણય કર્યો.