નરો વા કુંજરો વા રાતના સાડા નવ થયા હતા. મુખ્ય રોડ પરથી સ્હેજ અંદરની બાજુ રમણીકલાલની દુકાન હતી. આજુબાજુની બધી દુકાનો બંધ થઈ ગઈ હતી. રમણીકલાલ દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. રમણીકલાલ પાછળની ગલીમાં જ રહેતા એટલે દુકાન મોડી બંધ કરે તો પણ ચાલતું હતું. દુકાનની બહાર ચાર ફૂટની ફૂટપાથ હતી. પછી વિશાળ રોડ હતો. રોડ ઉપરની અવરજવર બિલકુલ નહિવત હતી. દુકાનની આજુબાજુની બે સ્ટ્રીટ લાઈટ બંધ હતી. એટલે અજવાળું ઘણું ઝાખું હતું. પણ રમણીકલાલની દુકાનનું અજવાળું રોડ ઉપર પડતું હતું. બપોરે જ રમણીકલાલના ચશ્મા તૂટી ગયા