સજન સે જૂઠ મત બોલો - 16

(42)
  • 4.4k
  • 1
  • 1.8k

પ્રકરણ સોળમું/ ૧૬‘સરિતાના તળનો અંદાજ આવતાં શાયદ હવે સાહિલને જ ડૂબી જવાનો ડર લાગે છે. સરિતાના સાક્ષાત્કારની ગહન પ્રતિક્ષામાં,સાહિલ.’બીજી જ પળે સાહિલ તરફથી આવેલો અનપેક્ષિત પ્રત્યુતર જોતાં વ્હેત જ.. બન્ને હાથની મુઠ્ઠી વાળી બન્ને હાથને નીચેની તરફ ખેંચી ધીમી ચીચ્યારી સાથે સપના બોલી.. ‘યસ.. લગા.. લગા..લગા... તીર ઠીક નિશાને પે લગા... અબ તું નહીં તેરા પૂરા ખાનદાન ડૂબેગા સાહિલ. દેખ અબ ઇસ અંદર સે તૂફાની ઉપર સે શાંત દિખને વાલી સરિતા કા કમાલ.’ અડધી રાત્રે આંધળા અંદાજના આધારે મારેલું રામબાણ ઠીક લક્ષ્યની લગોલગ લાગતાં હવે સપના મહદ્દઅંશે નિશ્ચિંત હતી. આ સાથે સપનાએ મનોમન બીજા એક દ્રઢ નિર્ણયની ગાંઠ વાળી લીધી કે,