સજન સે જૂઠ મત બોલો - 14

(40)
  • 4k
  • 1.7k

પ્રકરણ- ચૌદમું/૧૪સાહિલ રવજી કોટડીયા. પચ્ચીસેક વર્ષની નાની ઉંમરમાં ડાયમંડ માર્કેટમાં એક અચ્છા હીરા પારખું તરીકે નાણાં સાથે સાથે સાહિલ સારું એવું નામ કમાયો હતો. શોખ નહીં પણ તેને લીટરલી ગાંડપણ હતું ફિલ્મી દુનિયાનું. અને ખાસ કરીને શાહરૂખનું. શાહરૂખ તો જાણે કે તેનો આરાધ્ય દેવ હોય એમ હદ બહારનું શાહરૂખની લાઈફ સ્ટાઈલનું ફિલ્મી ફીતુર સાહિલના દિમાગ પર હંમેશા સવાર રહેતું. સાહિલ ખુદને રોમાન્સનો બાદશાહ સમજતો પણ, તેની ફલર્ટ કરવાની કળામાં કયાંય છીંછરાપણું નહતું. ફેશનથી લઇને વાતચીત કરવાની અદામાં ઉડીને આંખે વળગે તેવી તેની અલાયદી પસંદગીનું એક નોધપાત્ર સ્તર જાળવી રાખ્યું હતું.પહેલી નજરે વાંચતા હ્રદયસ્પર્શી લાગ્યો છતાં, સરિતા શ્રોફના મેસેજ બીજી જ પળે