પતિ પત્ની અને પ્રેત - ૪૫

(73)
  • 5.5k
  • 1
  • 2.7k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૫ જાગતીબેન સાથેની ચર્ચા પછી નાગદાને વધારે વિચાર કરવાની જરૂર ઊભી થઇ હતી. તેને થોડીવાર પહેલાંની વાતો યાદ આવવા લાગી. તે મકાનમાંથી બહાર આવીને વૈદ્યને બોલાવવા જઇ રહી હતી. એક સ્ત્રીનો ગાવાનો અવાજ આવ્યો હતો. પરંતુ નજીક જઇને જોયું ત્યારે એ રેતા ન હતી. આ એ સ્ત્રી હતી જેને અગાઉ પોતે છેતરી હતી. પોતાનો સાચો ચહેરો ના દેખાય એવો ભ્રમ ઊભો કર્યો હતો. આ વખતે પોતે નજીક પહોંચી ચૂકી છે. અને અગાઉથી તેને છેતરવાનો કોઇ વિચાર કર્યો નથી. તેને બીજી વખત જોઇને દિલમાં અજબની લાગણીઓ ઉભરાવા લાગી હતી. નાગદાને થયું કે તેના ચહેરામાં કોઇ જાદૂ છે