હાથમાં હાથ..

(13)
  • 2k
  • 634

અલય સતત પીછો કરી રહ્યો હતો. તેને ખબર પડી ગઈ હતી કે આ એજ ચાલ છે, એ જ બાંધો અને એ જ કલર છે, બહુ રૂપાળી પણ નહીં અને બહુ કાળી પણ નહીં બસ, આ જ કલર હતો તેનાં શરીરનો ઘંઉવર્ણો પણ પર્સનાલિટી સખત, કોઈ પણ માણસને એકજ વારમાં ઈમ્પ્રેસ કરી દે તેવી અને મારા જેવો તો તેના પ્રેમમાં પણ પડી જાય..!! આમ વિચારતાં વિચારતાં અલય સખત ઝડપથી ચાલી રહ્યો હતો અને અંગનાનો પીછો કરી રહ્યો હતો. અંગના પણ કંઈક વધારે પડતી જ ઉતાવળમાં હતી. તેની પીઠ ઉપર એક નાનકડું ટેટુ કરાવેલું હતું, બટરફ્લાય. બસ, એટલે જ અલયને પાક્કો વિશ્વાસ