આપસે ભી ખુબસુરત આપકે અંદાજ હૈ...

  • 4.3k
  • 1.3k

સવારમાં ચાના કપ સાથે ન્યુઝ પેપરના છેલ્લા પાના પર બેસણાની જાહેરાત પર નજર ચોંટી. ક્યારેય આવી જાહેરાત પર નજર નાખતો જ નહોતો પણ આજે અચાનક કેમ આમ થયું? મન વિચારે ચડ્યું કે સીધોજ ઓફિસે જાઉં કે બેસણામાં થઈને જવું? જવું તો ક્યા સંબંધે જવું? સીધાજ ઓફીસ જવાના વિચાર સાથે ઘરેથી ગાડી સ્ટાર્ટ કરી. પણ આજ સ્ટીયરીંગ પર મનનો નહિ દિલનો કંટ્રોલ હતો. ગાડી બેસણાના સરનામાં તરફ જઈ રહી હતી અને વિચારો આજથી ૧૦ વર્ષ પહેલા.... કોલેજના લાસ્ટ ઈયરની ફાયનલ એક્ઝામ હતી. યુનિવર્સીટી દ્વારા નંબર એચ.કે. કોલેજમાં આવ્યો હતો. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતો અને સાણંદ જીઆઇડીસીમાં પપ્પાના બિઝનેશની એક સાઈટ પર