થોડીવાર પહેલા પડેલા તમાચાના પડઘા હજી ઝાકીર ના કાનમાં વાગી રહ્યા હતા કાર ચલાવી રહી સ્વરા ને તે જોવાની પણ હિંમત કરી શકતો ન હતો અને સ્વરા પણ એકદમ ગુસ્સામાં અતિ સ્પીડે કાર ચલાવી રહી હતી .બંને ક્યાં જઈ રહ્યા હતા તેની ઝાકીર ને સુદ્ધા પણ ખબર ન હતી પરંતુ પૂછવાની પણ હિંમત કરી શકતો ન હતો .શાદી ની પ્રથમ રાત્રિએ જ ઝકીર ક્યાં અટવાયેલો છે તેની ચિંતામાં નિદા પણ અકળાતી હતી. તે એટલું તો જાણતી હતી કે ઝાકીર માટે તેનું કામ વધુ પ્રિય છે તે પોતાના કામમાં ક્યારેય કોમ્પ્રોમાઇસ કરી શકે એમ નથી આથી નક્કી કંઈક