પ્રાયશ્ચિત - 5

(72)
  • 9.4k
  • 8.4k

પ્રાયશ્ચિત - પ્રકરણ ૫ મનસુખ કિચનમાં ગયો અને દૂધની બે થેલીમાંથી એક થેલી ફ્રીજ માં મૂકી. બીજી થેલીમાંથી અડધા દૂધની ચા બનાવી અને બાકીના અડધા દૂધ ને સ્ટવ ઉપર ગરમ કરવા મુક્યું. મનસુખને ચા બનાવવાની સારી એવી પ્રેક્ટિસ હતી અને જયેશભાઈ ની ઓફિસમાં પણ રોજ એ જ ચા બનાવતો. " સાહેબ ખાંડ કેટલી ? મીઠી બનાવું કે થોડી મોળી ? " ચામાં ખાંડ નાખતા પહેલાં મનસુખે પૂછ્યું. " અરે ભાઈ હજુ તો હું જવાન છું. ચા તો આપણને મીઠી જ ભાવે. " અને કેતને મમ્મીએ પેક કરેલું નાસ્તાનું મોટું બોક્સ ખોલ્યું. એક ડબ્બામાં ઘણાં બધાં મેથીનાં થેપલાં મૂક્યાં હતાં. એક