(દસ વર્ષ ની અવંતિકા તેની મા ના ગુજરી ગયા પછી, નવી માં અને ભાઈ સાથે રહે છે,પણ એની સુંદરતા અને હોશિયારી ના વખાણ એના ભાઈ થી સહન થતા નથી,અને તે એના એક ફ્રેન્ડ સાથે મળી ને એક પ્લાન બનાવે છે..) અવંતિકા જરાપણ ડર્યા વગર અંદર જાય છે,અંદર એક નાની એવી લાઈટ નું આછું અજવાળું પડતું હોય છે,પણ ત્યાં કોઈ હોતું નથી,અવંતિકા સર સર ના નામ ની બૂમ પાડે છે,પણ કોઈ જવાબ આવતો નથી,અવંતિકા ત્યાં થી ચાલી જાય છે,પણ જેવો તે દરવાજો ખોલવાની કોશિશ કરે છે, તે ખૂલતો નથી જાણે કોઈ એ બહાર થી બંધ કરી દીધો હોઈ,અવંતિકા બારણું