લોસ્ટ - 4

(35)
  • 5k
  • 1
  • 2.4k

પ્રકરણ ૪જિજ્ઞાસા અને રયાન એરપોર્ટમાંથી બહાર આવ્યાં ત્યારે જીવન પહેલેથીજ ત્યાં ઉભો હતો, જિજ્ઞાસા દોડતી જઈને જીવનને ભેંટી પડી અને રડવા લાગી."અરે દીદી તમે કેમ રડો ? તમે તો મારી બહાદુર દીદી છો." જીવનએ જિજ્ઞાસાના આંસુ લૂંછ્યા."તું મુંબઈમાં? તને કોણે કહ્યું કે અમે....."જિજ્ઞાસા આગળ કઈ બોલે તેના પહેલાંજ જીવન તેના ખભા પર હાથ મૂકીને બોલ્યો,"જીયાએ બધી વાત કરી મને ફોન પર, આપણે રાવિને શોધી લઈશું.""તેં મીરા અને ચાંદનીને આ વાત તો નથી કરીને?" જિજ્ઞાસાને ચિંતા થઇ રહી હતી."ના, તેં બન્નેને ચિંતા ન થાય એટલે એમને વાત નથી કરી." જીવનએ રયાનને આલિંગન આપ્યું, બન્નેનો સામાન ડેકીમાં મુક્યો અને ડ્રાઈવરને હોટેલ તાજ