લોસ્ટ - 3

(38)
  • 4.7k
  • 2
  • 2.5k

પ્રકરણ ૩"રાવિનો ફોન બંધ આવે છે, આપણે ભારત જઈશુ હાલજ." જિજ્ઞાસાએ રાવિના નંબર પર દસેક કોલ કરી લીધા હતા."અરે, રાવિની ફ્લાઇટ લેટ થઇ હશે. એમાં ભારત જવાની જરૂર શું છે?" જીયાને આશ્ચર્ય થયું."મેં બધી તપાસ કરાવી, રાવિ ફ્લાઈટમાં બેઠીજ નથી. રાવિ જ્યાં રોકાણી હતીને, જે હોટેલમાં, ત્યાં પણ મેં પૂછપરછ કરાવડાવી." જિજ્ઞાસા જાણે પહાડ ચડીને આવી હોય એમ હાંફી ગઈ હતી."તો શું કહ્યું એમણે?" જીયાએ પાણીનો ગ્લાસ જિજ્ઞાસાને આપ્યો."રાવિ સવારે હોટેલથી નીકળી હતી ત્યારથી તેં પાછી હોટેલ ઉપર આવી જ નથી, તેં જે ગાડી લઈને ગઈ હતી એ ગાડી તો જુહું બીચ પરથી મળી આવી પણ રાવિ ત્યાં ન્હોતી." જિજ્ઞાસાના