પ્રેમની પરિભાષા - ૭ ( અંત )

(11)
  • 4.9k
  • 1.7k

અનેક વિચારોના મેળાવડાઓ માં સફર કરતો ધર્મેન્દ્ર પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતાની સાથે જ તેની પત્ની તેની સેવા કરવામાં લાગી ગઈ. સાંજે સૌ જોડે જમવા બેઠા. જમીને ઉભા થયા બાદ ધર્મેન્દ્ર થોડું ચાલવાનું વિચારીને બહાર આવી ગયો. બહાર આવીને આમતેમ આંટા મારવા લાગ્યો. ધર્મેન્દ્રનું મન કીર્તિ ના વિચારોમાં ખોવાયેલું હતું. તે કીર્તિને ભૂલી નહોતો શકતો. વિચારોમાં ને વિચારોમાં સમય ક્યાં પસાર થયો એ તેને ખબર પડી નહિ. એટલામાં તેની પત્ની તેને આરામ કરવાનું કહેવા આવી. તેની પત્નીની વિનંતી સહર્ષ સ્વીકારી તે પોતાના રૂમમાં આરામ કરવા માટે જતો રહ્યો. પથારીમાં સુતા સુતા પણ તેના મન માં કીર્તિ ના જ વિચારો ચાલી રહ્યા