મોજીસ્તાન - 36

(13)
  • 4.1k
  • 1.7k

મોજીસ્તાન (36) "આવ બાબા આવ, યાર તેં તો એકલે હાથે ઓલ્યા જાદવાની ટોળકીને ઝુડી નાખી અને ઉપરથી પાછો કેસ પણ ઠોકી દીધો.." ટેમુએ એની દુકાને આવેલા બાબાને આવકારતા કહ્યું. "મારા દીકરાના મને મારવા ભેગા થયા'તા.ઓલ્યું ચંચીયું મને ભોળવીને જાદવાની વાડીએ લઈ ગ્યું.પણ ઈમને ખબર નો હોયને કે આ બાબોકાકો બળુકો છે.." કહી બાબો હસ્યો. ટેમુએ ચેવડો અને પેંડા કાઢ્યા. બાબો કાઉન્ટર કૂદીને દુકાનમાં પેઠો. અને મોટો ફાકડો ભરીને ચેવડો મોમાં ઓરીને આખો પેંડો ચડાવી દીધો. ટેમુ ભચડ ભચડ ચાવતા બાબા સામે જોઇને હસ્યો. "ખાવામાંય તને કોઈ પોગે ઈમ નથી. ખા તું તારે..મારા બાપા ઘરે જ પેંડા બનાવે છે, તું