મોજીસ્તાન - 35

(13)
  • 3.7k
  • 1
  • 1.5k

મોજીસ્તાન (35) Hi.. h r u.." ટેમુએ આજ ઘણા દિવસ પછી વીજળીને વોટ્સએપ મેસેજ કર્યો. નગીનદાસ સાથે થયેલી માથાકૂટ પછી નીના આવતી બંધ થઈ ગઈ હતી અને એનો ફોન પણ નગીનદાસે લઈ લીધો હતો.ટેમુએ બે ચાર આંટા નગીનદાસના ઘર આસપાસ મારી જોયા પણ ખાસ મેળ પડતો ન્હોતો.એકવાર નગીનદાસે એને હબાની દુકાન પર બેઠેલો જોઈને ગાળો દીધી હતી.. અને હબાને પણ ધમકી આપી હતી.હબો એમ નગીનદાસથી ડરે એવો ન્હોતો પણ હમણાંથી સરપંચનો આવરો જાવરો નગીનદાસના ઘેર વધ્યો હતો.. એટલે હબાએ ટેમુને પોતાની દુકાને આવવાની ના પાડી હતી. નીના સાથે કનેક્ટ ન થવાયું એટલે ટેમુએ એનું વાધું (ધ્યાન) વીજળી તરફ વાળ્યું. વીજળીએ