મોજીસ્તાન - 33

(11)
  • 4.6k
  • 1.7k

મોજીસ્તાન (33) જાદવની મંડળીને પોલીસ પકડી ગયા પછી તખુભા પરેશાન હતા, કારણ કે જો જાદવો આ બધું તખુભાએ કરાવ્યું છે એમ કહે તો મુશ્કેલી થાય એમ હતું. હુકમચંદ ગમે તેમ કરીને તખુભાને સંડોવ્યા વગર રહેવાનો નથી એ ખ્યાલ તખુભાને આવી ગયો હતો. તખુભાએ ઘરે આવીને તરત બુલેટ બહાર કાઢ્યું. માતાજીનું નામ લઈને એમણે કીક મારી.એ જ વખતે હુકમચંદનો ફોન આવ્યો."હેલો, તખુભા...આ બાબલાને તમારા માણસોએ મારી નાખવાનું કાવતરું કર્યું છે. ચારેય જણને બરવાળા પોલીસસ્ટેશને કસ્ટડીમાં નાંખ્યા સે. ભાભા એફાર ફડાવવાનું કે છે...તો તમે કે'તા હોય તો ભાભાને હમજાવું. સમાધાન કરી લો તો સારું. આ તો શું છે તપાસમાં તમારું નામ ખૂલે તો તકલીફ