લોસ્ટ - 1

(48)
  • 7.6k
  • 1
  • 3.7k

પ્રકરણ ૧"અંદર આવ રાવિ, જલ્દી આવ બેટા." એક સ્ત્રીનો અવાજ જર્જરિત ઇમારતની સામે ઉભેલી રાવિને બોલાવી રહ્યો હતો.એ અવાજ સાંભળતાંજ રાવિના પગ આપોઆપ હવેલી તરફ આગળ વધ્યા, ધૂળ અને કરોળિયાના જાળાથી વધુ જૂનો લાગતો વિશાળ દરવાજો ખુલ્યો અને રાવિએ ઇમારતમાં પગ મુક્યો.રાવિએ પહેલું ડગલું ઘરમાં મૂક્યું ને' જાણે આ ઘર રડવા લાગ્યું હોય એવો આભાસ થયો તેને, દીવાલોમાંથી વહેતા આંસુ, અને રડવાનો અવાજ સાંભળીને રાવિના મોતિયા મરી ગયા.ત્યાંથી પાછા વળી જવાની તીવ્ર ઈચ્છા છતાંય તેના પગ આગળ વધી રહ્યા હતા, તેં યંત્રવત દીવાનખંડના જમણા ખૂણે આવી અને દીવાલ ઉપર લટકાવેલી વિશાળ તસ્વીરઉપર જામેલા ધૂળના થર સાફ કરવા આપોઆપજ તેનો હાથ