કશીશ અને હેત બંને ગરમાગરમ ચાની ચુસ્કી લેતા હતા અને હેત મનમાં વિચારી રહ્યો હતો, કેવું મસ્ત એટમોશફીઅર છે..!! વરસાદ, ચા અને ગમતી વ્યક્તિનો સાથ, મદહોશ કરી દે એવું મિશ્રણ છે આતો...!! પહેલા વરસાદના ફોરા માટીમાં ભળીને કેવી સુગંધ ફેલાવી રહ્યા છે.આ તરસી ધરતી તૃપ્ત થઇને સુગંધ ફેલાવીને જાણે બધાને પોતાની ખુશીની જાણ કરતી હોય તેવું લાગે છે.કેટલી અદ્ભૂત અને સુંદર આ સાંજ છે....!! આનાથી યોગ્ય સમય કશીશને પ્રપોઝ કરવાનો બીજો કોઈ હોઇ ન શકે...!! જાણે પ્રકૃતિ પણ મને સાથ આપતી હોય તેમ લાગે છે. આંખોમાં એક અજબ ભાવ સાથે હેત કશીશની સામે જોઇ રહ્યો હતો. આજે તેને એમ જ