૩૩ "સાંજ, બેટા તું અહીં?" ભાવનાબેનએ બનાવટી સ્મિત કર્યું. "ડૉન્ટ કોલ મી બેટા." સાંજ ત્યાંથી જતી રહી. "સાંજને બધી ખબર પડી ગઈ હશે? ના, સાંજને ખબર પડી હોત કે એના બાપની કાતિલ હું છું તો હાલ સુધીમાં તો મારા મરશિયા ગવાતા હોત. સૌથી પેલા રામપાલનું કંઈક કરવું પડશે નહિ તો બે ફટકામાં એ બેવકૂફ બધું બકી નાખશે." ભાવનાબેનએ રામપાલનું શું કરવું એ વિચારી લીધું હતું. રતન દશેક મિનિટથી શિવાની અને નીરજના ઓરડાની બહાર આંટા મારી રહી હતી, શાંતિએ અર્ધખુલ્લા બારણાથી રતનને જોઈ અને બારણા પાસે આવી, "કંઈ જોઈએ છે?" "શિવાનીબેનને મળવું છે મારે." રતન અચકાતા બોલી. "શિવાનીને પૂછવા દે, એ