એક પત્ર

  • 4.1k
  • 1.2k

પ્રિય મિણા, માફ કરજે,જો તારા નામ આગળ પ્રિય સંબોધન લગાવવાથી તને અજુગતું લાગ્યું હોય તો. પહેલા વિચાર્યું કે શ્રીમતી લખું પછી થયું ચાલ ને જે સાચું હતું એજ લખું. હા,આ જ સત્ય હતું ચાલીસ વર્ષ પહેલાંનું. હવે આ ઉંમરે કેમ છે એમ મારે નાજ પૂછવું જોઈએ, કેમ કે હવે આ શરીરરૂપી માટીને માટીમાં મળવાની જલ્દી હોય છે.પરંતુ સોમવારે તને પરિવાર સહિત બાજુના ફ્લેટમાં શિફ્ટ થતા જોઈ તો લાગ્યું કે તું તો હજી પહેલાની જેમ જ તંદુરસ્ત છો.ગાલ નો સફેદ રંગ અને હોઠનો ગુલાબી રંગ અકબંધ રહ્યા છે,બસ વાળનો રંગ બદલી ગયો છે. ખુલ્લા વાળ તો ક્યારેક બે ચોટલાનું સ્થાન