સ્ત્રી સંઘર્ષ...ભાગ 15... 16

(14)
  • 3.4k
  • 1
  • 1.7k

આજે ફરી પરિવાર સુખી અને સંપન્ન થઈ ગયો હતો. થોડા સમય પહેલા ઘેરાયેલા દુઃખના વાદળો હવે છૂટા પડવા લાગ્યા હતા અને સૂર્યનો આછો પ્રકાશ ઘરમાં રોશની ફેલાવતો હોય તેમ બધું પાછું સુખમય થવા લાગ્યું હતું. ઋચા પણ થોડા સમયની નારાજગી પછી પાછી સહજ બની ગઈ હતી મીરા ને અપનાવતા તેને થોડો સમય લાગશે એમ રાજીવ અને રેખા એ સ્વીકારી લીધું હતું કારણ કે તેઓ જાણતા હતા કે અચાનક કોઈ ભાગ પડાવવા વાળુ આવે એટલે બાળક થોડું અસમંજસ થવા લાગે છે આથી પોતાની બાળકીને તેઓ સુમેળ સાધીને રેહતા શીખવાડશે. જેથી રૂચા અને મીરા બંને વચ્ચે પ્રેમ નો