પુનર્જન્મ - 26

(31)
  • 4.7k
  • 1
  • 2.4k

પુનર્જન્મ 26 એ યુવતી આગળ આવી અને મોનિકાની જમણી બાજુ અનિકેતની સામે આવીને બેઠી. અનિકેત એને જોઈ રહ્યો. એ જ છોકરી... કે જે મોનિકાના સ્ટેજ શો સમયે પોતાની પાસે બેઠી હતી.. કદાચ... કદાચ... એ જ. ' વૃંદા , આ અનિકેત. અને અનિકેત આ વૃંદા. સ્નેહાની વાત આપણે કરીશું. પહેલાં જમી લઈએ. ' વૃંદા અનિકેતને જોઈ રહી. એની આંખોમાં એક ભય દેખાતો હતો. અનિકેતને થયું કે આનો ભય મારે દૂર કરવો જોઈએ. નહિ તો કંઈ જાણવા નહિ મળે. ' વૃંદાજી , હું આપને નથી જાણતો.