મને સંગાથ તારો મળે.......

  • 3.6k
  • 1.2k

"વાણી અને વૈરાગ " કૉલેજમાં સાથે અભ્યાસ કરતાં હતાં. સરકારી નોકરીની અપેક્ષા માટે પરીક્ષા આપવા અમદાવાદ જવાનું હતું .એની કૉલેજનાં આ બેઉ જ પરીક્ષાર્થી હતાં.ખૂબ દૂર ગામડેથી આવવાનું હતું એટલે અને પરીક્ષા ત્રણ દિવસ ચાલવાની હતી. સમયસર પહોંચવા માટે એક દિવસ વહેલી તૈયારી સાથે બંનેનાં પરિવારે તમામ ભલામણો સાથે ઝડપી જતી એસટી બસ માં બંને ને બેસાડવા આવ્યાં હતાં. આવજો, સાચવજો,ધ્યાનથી પરીક્ષા આપજો,વાહનથી સાચવજો, જમી લેજો જેવાં ઉદ્દગાર વારંવાર બેઉના કાને અથડાતા હતા.આમ તો કૉલેજ તરફથી ઘણી વખત ઘણા કાર્યક્રમો થતાં તેમાં સમૂહમાં જવાનુ થતું. આજ પહેલી વખત બેઉ એકલાં સફર કરવાનાં હતાં. બસમાં જગ્યા મળી એક સીટ માં બેઉના