શેરશાહ-રાકેશ ઠક્કરડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ થતી સ્ટાર કલાકારોની ફિલ્મો હજુ દર્શકોને એટલી પસંદ આવી રહી નથી ત્યારે સિધ્ધાર્થ મલ્હોત્રાની 'શેરશાહ' પસંદ પર ખરી ઉતરી છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ બાયોપિકને ઇમાનદારીથી બનાવવાનો પ્રયત્ન થયો છે. અને ૧૫ મી ઓગષ્ટ પ્રસંગે યોગ્ય સમય પર રજૂ થઇ છે. એમાં ફિલ્મી મસાલા જબરદસ્તી નાખવામાં આવ્યા નથી. એક સાચા હીરોના શોર્ય અને બલિદાનની ફિલ્મ 'શેરશાહ' ને સમીક્ષકો તરફથી પાંચમાંથી પાંચ સ્ટાર સુધી રેટિંગ મળ્યું છે. ફિલ્મને IMDB પર ૧૦ માંથી ૮.૯ રેટિંગ મળ્યું છે. જે બૉલિવુડની અનેક મોટી ફિલ્મોથી વધુ છે. 'શેરશાહ' ની વાર્તાને વાસ્તવિકતાની નજીક રાખવામાં આવી છે. ફિલ્મમાં ફરજ અને પ્રેમને