બેલ બૉટમ

(36)
  • 4.2k
  • 1.5k

બેલ બૉટમ-રાકેશ ઠક્કર'બેલ બૉટમ' ના નિર્માતાઓ અને અક્ષયકુમારે બે પ્રકારની જવાબદારી નિભાવી છે. એક તો બૉલિવુડની ડૂબતી નૈયાને બચાવવાની અને બીજી કોરોનાના ડરથી દૂર થઇ રહેલા દર્શકોને થિયેટર સુધી પાછા લાવવાની. દર્શકો ભલે ઓછા આવ્યા પણ સમીક્ષકોએ 'બેલ બૉટમ' ના વખાણ કર્યા એ પરથી અક્ષયકુમારને દાદ આપવી પડે કે તેણે નિરાશ કર્યા નથી. અન્ય ફિલ્મોની જેમ કેટલીક ખામીઓ તો રહેવાની જ પણ થિયેટરમાં મનોરંજન પીરસવાનો પ્રયત્ન થયો છે. આવી ફિલ્મો દર્શકોને થિયેટર તરફ પાછા વળવાનો ઉત્સાહ વધારી શકે છે. બાકી સત્તર મહિનાથી બંધ થિયેટરોની રોનકને પાછી લાવવાનું કામ ઘણું જ મુશ્કેલ છે. અક્ષયને વધારે દાદ