લવ રિવેન્જ-2 Spin Off - Chapter 20

(57)
  • 5.2k
  • 1
  • 2.3k

લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-20 “કરણભાઉ...! કેમનું છે રાગુને..!?” હોસ્પિટલમાં આવી પહોંચેલાં સુરેશસિંઘે ઓપરેશન થિયેટરની બહાર ઉભેલાં કરણસિંઘને પૂછ્યું. “ડૉક્ટર કે’છે બાળક ઊંધું છે..!” કરણસિંઘ ચિંતાતુર નજરે બોલ્યાં “સિઝેરીયન કરવું પડશે...!” “ઓહ...! કેટલાં વાગે લેબર પેઈન ઉપડયો...!?” સુરેશસિંઘએ પૂછ્યું. “કલ્લાકે પે’લ્લાં....!” કરણસિંઘની જોડે ઉભેલાં તેમનાં નાનાં ભાઈ વિક્રમસિંહ બોલ્યાં “ભાભીને બપોરે થોડું-થોડું પે’ન થતું’તું....! પણ પછી સાંજ સુધીમાં દુ:ખાવો વધી ગયો....!” વિક્રમસિંહ સિવાય તેમનાં પત્ની અને ઘરના અન્ય બે-ત્રણ ઉંમર લાયક લેડિઝ પણ ત્યાં હાજર હતાં. “હમ્મ...!” સુરેશસિંઘે હકારો ભર્યો અને ઓપરેશન થિયેટર સામે જોવાં લાગ્યાં. “જલ્દી ખસો...જલ્દી ખસો...!” થોડીવાર પછી હોસ્પિટલના કોરિડોરમાં કોલાહલ સંભળાયો. ઓપરેશન થિયેટરની બહાર ઉભેલાં કરણસિંઘ, સુરેશસિંઘે તેમજ અન્ય ઘરના લોકોએ અવાજની દિશામાં જોયું. સ્ટ્રેચર ઉપર સૂવાડીને ગંભીરરીતે ઘાયલ એક મહિલાને હોસ્પિટલનો સ્ટાફ