હાઇવે રોબરી 25 રાઠોડ સાહેબે રોય સાહેબ સાથે વાત કરી , સ્ટેટ પોલીસની મદદથી આખા એરિયા ની નાકાબંધી કરાવી દીધી હતી. જે એરિયામાં જવાનસિંહનું ઘર હતું અને જ્યાં જવાનસિંહનો ફોન સ્વિચ ઓફ થયો હતો એ એરિયા અને સરદારજીના ફોનનો એરિયા નજીક નજીક જ હતા. એ આખા એરિયામાં કડક બંદોબસ્ત હતો. બહાર જતા તમામ વાહનો અને શંકાસ્પદ માણસોને ચેક કરવામાં આવી રહ્યા હતા. જવાનસિંહના મિત્રોની ખૂબ જ ઝીણવટ પૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી હતી. જવાનસિંહના મોટાભાગના મિત્રો ગુન્હા સાથે સંકળાયેલા હતા. એટલે એ લોકો બને ત્યાં સુધી આ વાતથી દુર રહેવા માંગતા હતા. પણ ગામવાળાની પૂછપરછમાં એક વાત બહાર