હાઇવે રોબરી 21 રાતના સવા ચાર વાગે બીજી ટીમ જવાનસિંહના ઘર તરફ જવા રવાના થઈ. દિલાવરની એક ટીમ એમની પાછળ રવાના થઈ. કોઈ શહેર કે ગામ એવું નહોતું જ્યાં દિલાવર કોઈ ઓળખાણ ના કાઢી શકે. સવા પાંચની આસપાસ જવાનસિંહના ગામની બહાર પોલીસની ત્રણ ગાડી ઉભી રહી. રાઠોડ સાહેબ ખુદ આ ટીમનું નેતૃત્વ કરતા હતા. સરપંચ , રોય સાહેબનો ઓળખીતો જ હતો. એને ગામના પાદરે બોલાવ્યો હતો. અને જવાનસિંહના ઘરની આખી ભૂગોળ સમજી લીધી હતી.રાઠોડ સાહેબે જવાનસિંહના ઘરની ભૂગોળ સમજી લઈ આખી ટીમને જરૂરી સૂચનાઓ આપી. સરપંચને સાથે