પતિ પત્ની અને પ્રેત - ૪૩

(70)
  • 5.5k
  • 5
  • 2.7k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૩ વિરેન નાગદાના બહાર જવાની રાહ જોઇ રહ્યો હતો. નાગદા કોઇ સ્ત્રીનો ગીત ગાતો અવાજ સાંભળીને અટકી ગઇ હતી. રેતાના ગીતનો અવાજ વિરેનના કાનમાં થઇ દિલને સ્પર્શી રહ્યો હતો. તેનું દિલ ખુશીથી ઝૂમી રહ્યું હતું. તે મનોમન બોલી ઉઠ્યો:"રેતા, તારો સાયબો તારી નજીકમાં જ છે. હું તને મળવા માટે તડપી રહ્યો છું. આ સ્ત્રી મને રહસ્યમય લાગી રહી છે. તેની સાથે સંઘર્ષમાં ઉતરવામાં અત્યારે ભલાઇ નથી. તે મને પોતાની અર્ધાંગિની માની રહી છે. મેં તારા સિવાય બીજા કોઇને ચાહી નથી કે બીજી સ્ત્રી વિશે વિચાર કર્યો નથી. તો પછી આ સ્ત્રીનો પતિ હું કેવી રીતે બની