"ઘરનું સાચું ઘરેણું એટલે તે ઘરની દીકરી, અને દીકરીનું સાચું ઘરેણું એટલે તેના સંસ્કાર. " દીકરી શબ્દના સ્મરણ સાથે જ જાણે ઘરનું ખિલખિલાટ ભર્યું આનંદમય અને ખુશીઓથી છલોછલ ભરેલો એક સુખી પરિવાર નજરે ચડી જાય. દીકરી એટલે બાપનો શ્વાસ, દીકરી એટલે માં નો પડછાયો, અરે દીકરી એટલે દેવી લક્ષ્મી. પિતા શ્રીમંત હોય કે પછી ગરીબ પણ એની દીકરી માટે એ રાજા જ હોય છે એની દીકરીને એ પહેલેથી જ રાજકુમારીની જેમ આભુષણોથી સુસજ્જ રાખે છે. દીકરી પરણીયે હોય ને એને પગમાં ઝાંઝર પહેરાવે થોડી મોટી થાય ત્યાં કાનમાં બુટ્ટી, નાકમાં નથણી, ડોક માં હાર એમ જાણે સાક્ષાત દેવી