CHECKMATE - (part-11) - Last Part

(25)
  • 4k
  • 1.6k

કનકએ ફરી તેના ભાઈને ગળે લગાડયો અને બંને નીકળી પડ્યા મલ્હોત્રા'ઝ વીલા તરફ. રસ્તામાં કનકના મગજમાં અનેક ઊથલપથલ મચી હતી. આજે યુવરાજને બધી સચ્ચાઈ કહેવાની હતી. સાથે તેના ડેડના મર્ડર વિશે પણ!! થોડીવાર પછી બંને ઘરમાં હતા. સ્વર્ણા સોફા પર બેઠી હતી. એ તરત ઉભી થઈ અને પૂછ્યું, "ક્યાં ગઈ હતી? અને આ છોકરો?" કનક તેને નફરતથી જોઈ રહી. ત્યાંજ યુવરાજ નીચે આવ્યો. "શું થયું?" "યુવરાજજી, મારે તમને ખૂબજ જરૂરી વાત કરવી છે. આ સ્ત્રી જેને તમે મોમ કહી રહ્યા છો એ જ તમારી દુશ્મન છે." કનકએ સ્વર્ણા તરફ આંગળી ચીંધતા કહ્યું. "શું બોલી રહી છે તું કનક?!" યુવરાજે હેરાનીથી