પ્રીતની આ તે કેવી રીત...?

  • 4.7k
  • 1
  • 1.6k

પૂર્વા અને પૂર્વ બેઉ પરસ્પર પૂરક હતાં.ગમે ત્યાં જવું હોય તો સાથે જવું,ચિત્રકામ કે સંગીત હોય,વક્તૃત્વ કે નિબંધ સ્પર્ધા હોય બેઉ વચ્ચે જ ખાસ હરીફાઈ થાય.એકમેક થી ચડિયાતી કૃત્તિ તેમનું નજરાણું બને.લોકો બંનેની અલબેલી જોડી જોઈ ખૂબ ખુશ થાય.સ્કૂલમાં તે બેઉ ના હોય તો સ્કૂલની પમરાટ વૈશાખી વાયરો જેમ બધુજ સુકવી નાખે તેવું લુખું લાગે.પૂર્વ તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય તો સ્પીચ તેની ખાસ હોય.પૂર્વા પણ અવનવી શાયરી સાથે સહાઘ્યાયી નાં મન મોહી લેતી વાક્છટાથી ભલભલા અચંબીત થાય.બેઉની તેજસ્વીતા આખી સ્કૂલમાં તારલાઓ ચમકે તેમ ચમક્યા કરે.સ્કૂલની વિદ્યા સંપૂર્ણ પામી હાઈસ્કૂલ માં પ્રવેશ થાય છે.તાજગી અનુભવતુ વાતાવરણ અને નવા મિત્રો,શિક્ષકો સાથે પરિચય