પ્રેમની ક્ષિતિજ - 12

  • 3.8k
  • 1.5k

દરેક વ્યક્તિના પોતાના મનનું આકાશ જેમાં ખીચોખીચ ભરેલા છે વિચારો, સપનાઓ, સ્મરણો અને ઘણું બધું..... અને એ મનના જ વિચારો સપનાઓ અને સ્મરણો જ્યારે આકાર લેવા માંડે ત્યારે તો જાણે આત્મા જ નાચી ઊઠે.... મૌસમ પોતાના આકાશમાં વિહરવા ઉત્સુક ,તો આલયને તો જાણે પોતાનું આકાશ જમીન પર ઉતરી આવ્યું. મૌસમને જોઇને આલય ખૂબ ખુશ .....ખુશીમાં ને ખુશીમાં એ મૌસમની પાછળ પાછળ I-card અને બીજી પ્રોસેસ માટેની લાઇનમાં છોકરીઓની પાછળ આવીને ઊભો રહી ગયો... ધ્યાન જ ન રહ્યું... નિલ આ જોઈ હસવું રોકી ન શક્યો અને તેના હસવાના