અંતિમ ભાણું.....

  • 2.7k
  • 2
  • 782

અંતિમ ભાણું.... વાર્તા... દિનેશ પરમાર 'નજર '*****************************************ઘર સુધી પહોંચી શકું એવું જણાતું ના, આજ તારી યાદનું ધુમ્મસ છવાયું છે. શ્ર્વાસનો છે આખરી અવસર ઊજવી લો, ગામનું સ્મશાન ફૂલોથી સજાયું છે. -ધૂની માંડલિયા ***************************************** મુંબઈથી મારવાડ જંક્શન તરફ જતી ટ્રેન નંબર ૦૨૯૬૫ શીડ્યુઅલ સમયથી અડધા કલાક મોડી ૮. ૦૦ વાગે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ ઉપર જેવી આવીને ઊભી રહી, કે મુસાફરીથી કંટાળેલા પ્રવાસીઓ ફાટાફટ ઉતરીને સીડી તરફ ભાગવા લાગ્યા.છેલ્લા પાંચ વર્ષથી ફાવે તેવી વાંસળી વગાડી, ભીખ માંગતો કાનજી વાંસળી