માંકડ "કહું છું, આપણો દીકરો દિવ્યેશ અને એની પત્ની મોનિશા વર્ષો પછી અમેરિકાથી ઉનાવા આવી રહ્યા છે, તો દીકરા જોડે તમારા સ્વભાવ પ્રમાણે ગુસ્સામાં અને ઉગ્ર થઇને વાત ના કરતા." કસ્તુરીબેને પતિ નરોત્તમભાઇને શિખામણ આપતા કહ્યું હતું. "આ દીકરો જેટલો તમારો છે એટલો મારો પણ છે. દસ વર્ષથી અમેરિકા ગયો છે અને ત્રણ વર્ષ પહેલા અમેરિકામાં સમાજની બહાર લવ મેરેજ કર્યા તો આપણને ખાલી સમાચાર આપવા ફોન કર્યો હતો. દીકરાએ પૂછ્યું પણ નહિ કે પપ્પા, હું લગ્ન કરું કે નહિ? તોય દર પંદર દિવસે એનો ફોન આવે છે ત્યારે હું શાંતિથી જ વાત કરું છુંને? તને એમ