પ્રકરણ-દસમું ૧૦ટકલો ઇકબાલ, તેની ચળકતી ઝગારામાં મારતી ટાલ પર હાથ ફેરવતાં બોલ્યો..‘બિલ્લુભૈયા બોલે કી સપના નામ કી છોરી આવે હૈ, થારે કો મિલને કે વાસ્તે. પર તેરી સુરીલી આવાઝ મેં બાત સૂણને કે બાદ લાગે હૈ કી મુજે તુમસે મિલને કી જરૂરત હૈ.’ મનોમન સપના બોલી.. વગર મરચાના આગની ધુમાડી થઇ... એટલે લાગ જોઇને બોલી..‘મિલના તો હૈ પર... મેં સોચ કર આપ કો કોલ કરુંગી.’‘અગર મિલના હૈ તો, ઇસ મેં સોચના ક્યા ?’ ઇકબાલ બોલ્યો..એટલે ઇકબાલને આંટીમાં લેતાં સપના બોલી.. ‘હાચું કવ મને હિન્દીમેં વાત કરને મેં ફાફા પડતાં હૈ. ફેફડા મેં મુંજારા હોતા હૈ, બવ જાજા નઈ ફાવતાં, તો