સજન સે જૂઠ મત બોલો - 6

(40)
  • 4.6k
  • 1.6k

પ્રકરણ- છઠું ૬નિષ્ઠુર, નિર્દય અને લાગણીહીન વ્યક્તિને પણ અરેરાટી ઉપજાવી દે તેવા, ચરિત્રહીન ગજેન્દ્ર દ્વારા આચરવામાં આવેલાં અમાનુષી અત્યાચારનું, ચીરહરણથી પણ બદ્દતર નગ્ન સત્યની સાબિતી આપતું ચિત્ર નજર સમક્ષ આવતાં સપનાના રૂંવાડા ઊંભા થઇ ગયાં, હ્રદય દ્રવી ઉઠ્યું અને કાળજું ચિરાઈ જેવી તેવી ઇન્દુની મૂંગી પીડાનો અંદાજ આવતાં સપના તેનું રુદન ન રોકી શકી.‘આઆ..આ બધું ક્યારથી ચાલ્યું આવે છે, ઇન્દુ ? સ્વસ્થ થઈ સપનાએ પૂછ્યું.‘લગ્નના સાતમાં દીવસથી જ. એક રાત્રે ગજેન્દ્ર દારૂના નશામાં એક અર્ધ-નગ્ન જેવા કપડાં પહેરેલી યુવતીને ઘરે લઈને આવ્યો. બિન્દાસ અને બેખોફ બની તેણે મારી ઓળખાળ તે યુવતી સાથે કરાવતાં કહ્યું,..‘આઆ..આ છે મારી જાન, રેશમા, મારી અનઓફિશીયલ વાઈફ.