પ્રકરણ ત્રીજું ૩જે દુર્દશાની સ્થિતિમાં મનહરલાલ પડ્યા હતાં, તે જોઇને એક સેકંડ માટે સપના ધબકારો ચૂકી ગઈ. આંખોના ડોળા ફાટી રહ્યાં. મનહરલાલની હાલત જોઇને રીતસર દોડીને, ધ્રૂજતા ધ્રૂજતા સપનાએ ઊંધાં પડેલાં તેના શરીરને સરખું કરી, તેનું માથું ખોળામાં લેતાં જોયું તો.. ફરી સપનાની રાડ ફાટી ગઈ...મનહરલાલની નિસ્તેજ ઉઘાડી આંખો અને મોઢાંમાંથી નીકળેલાં ફીણ જોઇને સપનાનું હૈયાફાટ રુદન શરુ થયું. શાંત પડી ગયેલા હ્રદયના ધબકારા અને હાથની નાડી ચકાસતાં મનહરલાલની છાતી પર માથું પટકીને આક્રંદ સાથે જોશથી બૂમ પડી...’ઓ.. માડી રે.. મનહરલાલમાં દેહને વ્યવસ્થિત કરી, વીજળીની ગતિએ ફટાફાટ દોડી આડોશ પડોશમાં રહેતા હરજીભાઈ, ગીધુકાકા, દક્ષાબેન, કરશનકાકા, રવજીભાઈ અને ભીખાલાલના ઘર તરફ જઈને