સજન સે જૂઠ મત બોલો - 2

(49)
  • 5k
  • 2
  • 1.9k

પ્રકરણ-બીજું ૨આ આકસ્મિક ગોઝારી જીવલેણ ઘટના ઘટી, ઠીક તેના એક વર્ષ પૂર્વેના સમયકાળની એક મસ્ત મજાની સુંદર સવારથી કથાનો શુભારંભ કરતાં કહું તો.... ‘ટીંગ.. ટીંગ.. ટીંગ..ટીંગ.. ટીંગ....ટીંગ....ટીંગ.’ રતનપુર... ગામના ભામાશા તરીકે ઓળખાતા દાનવીર દશરથ પટેલ છેલ્લી વાર અમેરિકા જતાં પહેલાં, ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને, શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત પૂરી કરવાના આશયથી, તેમનું બે માળનું ખાનદાની જુનવાણી મકાન, ગામના વિશ્વાસ પાત્ર ટ્રસ્ટને સોંપીને ગયા હતાં તે, ‘ગાંધી વિદ્યા’ બાલમંદિરનો બેલ વાગતાંની સાથે કિલકિલાટ કરતાં સૌ નાના નાના ભૂલકોની જોડે જોડે શાળામાં દાખલ થઇ, સપના.સપના ચૌધરી. જેનું કર્મભૂમિ અને જન્મભૂમિ હતું રતનપુર. એ બાવીસ વર્ષીય સપના એટલે, મનહરલાલ ચૌધરી અને શારદાબેનના આંખનું રતન. બે દાયકા