વરસાદનો કહેર જૂન મહિનાના આખરી દિવસો હતાં. આકાશમાંથી ધીમો ધીમો પડતો વરસાદ ધરતીને ભીંજવી રહ્યો હતો. પ્રોફેસર સુગંધા દેસાઇ મુંબઇ સેન્ટ્રલના રેલ્વે સ્ટેશનથી રાત્રે ઉપડતી ગુજરાત મેલમાં બેસી અને અમદાવાદ જઇ રહી હતી. લગભગ 27 વર્ષ પછી તે મુંબઇથી અમદાવાદ જઇ રહી હતી. પચાસ વર્ષની ઉંમરે પહોંચેલી સુગંધા ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પ્રવેશી અને પોતાની સીટ ઉપર જઇ બેસી ગઇ હતી. હાથમાં રહેલી બેગ એણે સીટ નીચે મુકી દીધી હતી. સુગંધાને આજે ઊંઘ આવવાની ન હતી એટલે એ બારીમાંથી બહાર નજર નાંખી રહી હતી. સુગંધાને ઊંઘ ન આવવાનું મુખ્ય કારણ એ વર્ષો પછી અમદાવાદ જઇ રહી હતી એ