પતિ પત્ની અને પ્રેત - ૪૧

(70)
  • 7.1k
  • 2
  • 2.9k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૧ વિરેન નાગદા સામે જોઇ જ રહ્યો હતો. તેનું રૂપ કોઇ પરી જેવું હતું. તેણે આટલી સુંદર સ્ત્રી અગાઉ જોઇ ના હોય એમ એની સામે જોતો હતો. તેને થયું કે અચાનક તે પરીલોકમાં આવી ગયો કે શું? આ કોઇ માયાવી સ્ત્રી તો નથી ને? પણ આ તો કોઇ ખંડેર જેવું જૂનું ઘર છે. આ રૂપવતી સ્ત્રી સામે હું શું કરી રહ્યો છું? હું તો...હું તો...હા, કાર ચલાવી રહ્યો હતો...શું કામ નીકળ્યો હતો?...હં... આ સ્ત્રીને ક્યાંય જોઇ નથી... એ મારી ખબર પૂછી રહી છે અને પ્રેમથી સંબોધન કરી રહી છે. મારો એની સાથે શું સંબંધ હશે? હું