સત્યા જાણી ચુકી હતી કે, જે ઘરમાં આપણું કોઈ સ્થાન કે માન ન હોય ત્યાં ગમે તેટલું કરો પણ લાગણીનો સેતુ બંધાતો નથી. અને એક તરફી પ્રેમ ખેંચી ને સત્યા કદાચ પોતાનું આખું જીવન પણ વિતાવી દે પણ સત્યાનો અંશ મોટો થઈ ગયો હતો. એ આ ઝઘડા જોઈને ક્યારેક ચિંતામાં પણ આવતો અને ચિડાતો પણ ખરા, આથી સત્યા નહોતી ઈચ્છતી કે અંશ પણ રોજ માતાપિતા વચ્ચે થતા ઝગડા જોવે અને એ પણ પોતાના પિતાની જેમ ઘરમાં રુઆબ જતાવવાનું જ શીખે.... થોડી જ મિનિટમાં તો સત્યાએ કેટલાય વિચારો પોતાના મનમાં ગણગણી લીધા.સત્યાની મમ્મીએ એને ડિવોર્સના કાગળ હાથમાં રાખેલી અને ગૂંચવાયેલી સત્યાને