પુનર્જન્મ - 22

(32)
  • 4.2k
  • 1
  • 2.4k

પુનર્જન્મ 22 સ્નેહાના હાથ પર મહેંદી હતી. કલાકો સુધી બેસીને એ મહેંદી મુકાવતી. અને અનિકેત ને આવી ને પૂછતી ' કેવી છે ? ' અનિકેતને મસ્તી સુજતી હતી. એ કહેતો :' તું તો મસ્ત જ છે ને , કોઈ પણ પસંદ કરે એવી. ' એ ગુસ્સે થતી. ' હું મહેંદીનું પૂછું છું. ' અનિકેત કહેતો ' તારા ચહેરા પરથી નજર જ નથી હટતી તો મહેંદી શું જોવું. ' એ ચિડાતી અને કહેતી ' જો બહુ ચીડવશો , તો ક્યાંક દૂર ચાલી જઈશ. '