એવું કહેવાય છે કે આપણે આપણા ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લઇ ઈશ્વર આગળ આપણું સુંદર ભવિષ્ય ઈચ્છીએ છીએ અને ઈશ્વર આપણું અતિ સુંદર ભવિષ્ય જોઇને વર્તમાન આપે છે. એક નવા જ શહેરમાં વ્યસ્તતામાં અનંતભાઈ અને કુસુમબેન પરોવાઈ ગયા, તો લેખા નવી કોલેજના વાતાવરણમાં જાણે વધારે સંકોચાઈ ગઈ .ગમતી સુગંધ, ગમતી સ્મૃતિમાં કંડારેલ ચહેરો અને સ્મરણમાં રહેલી વાતચીતને વાગોળવામાં જ પોતાની દુનિયાને સીમિત કરી દીધી. એ દુનિયામાં અન્યને પ્રવેશવાની પરવાનગી કદાચ મન જ આપતું ન હતું. અનંતભાઈ :-"કેવી છે નવી કોલેજ?" લેખા :-"ખુબ જ સરસ પપ્પા.... થેન્ક્સ અ લોટ.. એટલું મસ્ત પ્રાકૃતિક વાતાવરણ છે કે જ્યાં