રક્ત ચરિત્ર - 23

(22)
  • 3k
  • 1.3k

૨૩સવારે નાનકડા ગામ માધવરમાં હાહાકાર મચી ગયો હતો, દેશના ખૂણે આવેલા આ નાનકડા રૂઢિચુસ્ત ગામની નજરોમાં જેને પાપ કહેવાય એવી ઘટના ઘટી હતી. સવારની ઠંડક ઓસરીને બપોરનો તડકો ચડે એના પેહલા તો આખા ગામમાં આ વાત ફેલાઈ ચુકી હતી કે સાંજ અને સુરજ એ એક આખી રાત એક જ ઓરડામાં વિતાવી હતી.ફેક્ટરીના મજૂરોમાં આખો દિવસ આ ઘટના ચર્ચાનો વિષય બની રહી. ગામ આખામાં સાંજના નામની થું થું થઇ રહી હતી, બધાને મોઢે અલગ અલગ ટીકાઓ હતી પણ નામ એકજ સાંજનું લેવાતું હતું, "અરે સુરજ તો પુરૂષ છે પણ સાંજને તો સમજવું જોવે કે'....""માં-બાપ નથી એટલે મનફાવે એમ વર્તે છે છોડી....""રાજપરિવારની