ડ્રિમ હાઉસ

(13)
  • 3.3k
  • 1
  • 1.2k

આહના, એક ચંચળ, જીંદાદીલ છોકરી. એ જિંદગીને જીવી લેવામાં નહીં પણ માણી લેવામાં માનતી હતી. દરેક ક્ષણને જીવવાનું કોઈ એની પાસેથી શીખે. આહના જેટલી સુંદર હતી એટલી જ સ્માર્ટ હતી. ખૂબ ઓછા સમયમાં અમદાવાદ જેવા શહેરમાં એક બાહોશ ઇન્ટરીઅર ડિઝાઈનર તરીકે એની ગણના થવા માંડી હતી. લોકોના સપનાનું ઘર બનાવવામાં એને અઢળક ખુશી મળતી. એનું કામ એનું પેસન હતું. એ ખૂબ સારી રીતે સમજતી હતી કે ઘરનું મહત્વ શુ છે. એ પોતાના દરેક ક્લાઈન્ટને કહેતી,"ઘર એટલે માણસના અસ્તિત્વનો પડછાયો,એના સ્વભાવનું સરનામું, એના મિજાજનું ઠેકાણું, આખી જિંદગી ઘર માટે ભાગતો માણસ, સમયના અભાવે, એ ઘરમાં રહેવા જ ઝંખે,કેટકેટલી યાદોનો એક માત્ર આધાર એટલે માણસનું ઘર"જે