પ્રેમસફર - 1

  • 2.3k
  • 658

નોંધ:પ્રસ્તુત ધારાવાહિકનાં પાત્રો, કથાનાક, સંવાદ, વિષયવસ્તુ તથા સ્થળ લેખકની કલ્પના માત્ર છે. ધારાવાહિક : 'પ્રેમસફર' Episode:01 1લી સપ્ટેમ્બર,2019 શિયાળાની તાજગીભરી વ્હેલી સવાર. 'હેલ્લો અમદાવાદ.ગુડ મોર્નિંગ'- 92.7 FM નો 5.45 નો સુરીલો ટહુકાર સંભળાઈ રહ્યો હતો. એક પછી એક સટાસટ આવતી રીક્ષા મુસાફરોને ઠાલવી રહી હતી. ઠુઠવાતી ઠંડીમાં ભીડનો ગરમાવો રાહત આપી રહી હતી. કોઈનાં ખભ્ભે, કોઈનાં માથે અને વળી કોઈનાં હાથમાં નાના-મોટાં થેલાં લટકી રહ્યાં હતાં. દૈનિક સમાચાર પત્રો નવી જ ખબરો ફેલાવી રહ્યાં હતાં. ટિકિટ લેવા માટે લાઈન લાગી હતી. હવે કહેવાની જરૂર નથી કે કાલુપુર રેલવે સ્ટેશન શિયાળાની ઠંડીમાં અને વ્હેલી સવારથી જ ધમધમતું થયું હતું.