અમે બેંક વાળા - 24. કામના માણસ

  • 2.6k
  • 1
  • 1.2k

24. કામના માણસઆ ઘટના પણ બેન્કિંગ જિંદગીના એક પ્રસંગ તરીકે જ લેવામાં આવે. કોઈનું મન દુભાવવા કે તેમની વાતો જાહેર કરવાનો આશય નથી.બેંક કર્મચારી અમે નોકરીમાં રહ્યા ત્યારે તો ખૂબ માનનીય વ્યક્તિ ગણાતો. આજે એનું મહત્વ તો છે પણ યુવાન મિત્રો કહે છે તેમ સરકારી કર્મચારીઓ જેટલું નહીં. મૂળ તો મહત્વ એટલે જ કે તેમના સંબંધીનું કોઈક કામ થઈ જાય. લોકો ઈશ્વરને પણ એટલે જ ભજે છે! 'ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ… થાય અમારાં કામ'. કામ તો મિત્રોનાં કરીએ જ. ન જાણતા હોઈએ તેનાં પણ. ક્યારેક તેમાં બેંકવાળા પ્રત્યે અપેક્ષા વધી જાય અને એ શક્ય ન હોય તો