ખુશી

(6.5k)
  • 4k
  • 2
  • 1k

ખુશી દરરોજ સાંજે સુંદર રીતે સજીધજીને, તૈયાર થઈને આ દરિયાકિનારે આવતી અને કલાકો સુધી કોઈની રાહ જોતી ઉભી રહેતી. અને છેવટે રાત્રિનું અંધારું થતાં નિરાશ થઈને પાછી વળી જતી. આ તેનો નિત્યક્રમ હતો.તેને પોતાના પ્રેમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે એક દિવસ મારો આરવ ચોક્કસ પાછો આવશે. આરવ અને તેના મિત્રો અવાર-નવાર વિચિત્ર પ્રકારની રેસ લગાવતાં. ક્યારેક ગાડીની તો ક્યારેક બાઈકની. આ વખતે તેમણે દરિયામાં બોટીંગની રેસ લગાવી હતી.પણ આ વખતે આરવને આ રેસ ભારે પડી ગઈ હતી. તે પોતાની નાવડી હંકારતાં હંકારતાં દરિયામાં ઘણે દૂર કોઈ અજાણી જગ્યાએ ચાલ્યો ગયો હતો. આ અજાણ્યા દરિયાકિનારે તે પહોંચ્યો ત્યારે લગભગ અંધારું