એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 8

  • 3.2k
  • 1.5k

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૮હસવાનું બંધ જ નહોતું થતું. એટલું હસ્યા કે આંખોમાં પાણી આવી ગયા."આઈ ટેલ યુ ...હું જીંદગીમાં બધું ભૂલી જઈશ પણ આજની રાત ક્યારેય નહીં ભૂલું અને આજ પછી ગાવા ની હિંમત તો ક્યારે નહીં કરું." અમિત હસતા હસતા બોલી રહ્યો હતો.અચાનક નીતાએ ચીસ પાડી અને અમિત નો હાથ પકડી લીધો "ઉંદર..." .બેન્ચ પાછળ એક ઉંદર કંઈ ખાવાનું ગોતતા આવી પહોંચ્યો હતો જેને જોઈ નીતા ખૂબ ડરી ગઈ . અમિતે ઉંદર જોયો અને બુટ પછાડી અવાજ કર્યો ને ઉંદર અંધારામાં ભાગી ગયો.નીતાએ હજી પણ અમિત નો હાથ જોરથી પકડી રાખ્યો હતો. ઉંદર ગાયબ થતા